પ્રેમાનંદ

પ્રેમાનંદ

(વચનામૃત ૧ થી ૨૬૨ માં "પ્રેમાનંદ" શબ્દનો ઉલ્લેખ નીચે પ્રમાણે છે)
Contact: vadtaldhamvikas@gmail.com
1. ગઢડા મધ્ય ૨૧ ( para.1)

સંવત્ ૧૮૭૮ના ફાગણ સુદિ ૧૫ પૂનમને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રીવાસુદેવનારાયણના મંદિર આગળ વિરાજમાન હતા અને શ્વેત ખેસ પહેર્યો હતો ને શ્વેત ચાદર ઓઢી હતી તથા શ્વેત પાઘ મસ્તક ઉપર બાંધી હતી અને શ્રીજીમહારાજના મુખારવિંદની આગળ પ્રેમાનંદ સ્વામી આદિક સર્વે પરમહંસ વિષ્ણુપદ બોલતા હતા.

2. ગઢડા મધ્ય ૪૩ ( para.1)

સંવત્ ૧૮૮૦ના પોષ સુદિ ૪ ચોથને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં અયોધ્યાવાસીને ઘેર ગાદીતકિયા ઉપર વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી અને પ્રેમાનંદ સ્વામી સરોદા લઈને કીર્તન ગાવતા હતા.

3. ગઢડા મધ્ય ૪૮ ( para.2)

અને સાધુ પ્રેમાનંદ સ્વામી ભગવાનના ધ્યાનના અંગની ગરબીયો જે, ‘વંદુ સહજાનંદ રસરૂપ અનુપમ સારને રે લોલ’ એ ગાવતા હતા. પછી જ્યારે ગાઈ રહ્યા ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “બહુ સારાં કીર્તન ગાયા; આ કીર્તનને સાંભળીને તો અમારા મનમાં એમ વિચાર થયો જે, ‘આવી રીતે એને ભગવાનની મૂર્તિનું ચિંતવન છે, માટે એ સાધુને તો ઉઠીને સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરીએ.’ અને જેને આવી રીતે અંતઃકરણમાં ભગવાનનું ચિંતવન થતું હોય ને એવી વાસનાએ યુક્ત જો દેહ મૂકે તો તેને ફરીને ગર્ભવાસમાં જવું પડે જ નહિ. અને એવી રીતે ભગવાનનું ચિંતવન કરતા જીવતો હોય તો પણ એ પરમપદને પામ્યો જ છે. અને જેવા શ્વેતદ્વીપમાં નિરન્નમુક્ત છે, તેવો જ એ પણ નિરન્નમુક્ત થઈ રહ્યો છે. અને દેહક્રિયા તો યોગ્ય હોય એટલી સહેજે જ થાય છે. અને જેને ભગવાનના સ્વરૂપનું એવી રીતે ચિંતવન થાય છે, તે તો કૃતાર્થ થયો છે ને તેને કાંઈ કરવું બાકી રહ્યું નથી; અને જેને ભગવાન વિના બીજા પદાર્થનું ચિંતવન કરતે થકે દેહ પડશે, તેને કોટિ કલ્પે દુઃખનો અંત આવતો નથી. માટે આવો અવસર આવ્યો છે તેને પામીને ભગવાન વિના બીજા પદાર્થનું ચિંતવન મૂકીને એક ભગવાનના સ્વરૂપનું જ ચિંતવન કરવું.

(કુલ: 3)