કપિલેશ્વરાનંદ

કપિલેશ્વરાનંદ

(વચનામૃત ૧ થી ૨૬૨ માં "કપિલેશ્વરાનંદ" શબ્દનો ઉલ્લેખ નીચે પ્રમાણે છે)
Contact: vadtaldhamvikas@gmail.com
1. લોયા ૮ ( para.6)

પછી કપિલેશ્વરાનંદ સ્વામીએ પૂછ્યું જે, “હે મહારાજ! પૂર્વનો સ્વભાવ હોય તે કેમ જાણવો ને હમણાંનો સ્વભાવ હોય તે કેમ જાણવો?” ત્યારે શ્રીજીમહારાજે તેનો ઉત્તર કર્યો જે, “જે સ્વભાવ હમણાંનો હોય તે તો જો રૂડા સંતને સંગે રહીને થોડોક તેને ટાળ્યાનો ઉપાય કરે તો ટળી જાય. જેમ વંડી ઉપર તૃણ ઊગ્યા હોય તે પાંચ દહાડા મેઘ ન વરસે તો સુકાઈ જાય, તેમ હમણાંનો જે સ્વભાવ તે તો થોડાક દિવસમાં ટળી જાય છે. અને જે પૂર્વનો સ્વભાવ હોય તેને ટાળ્યાનો તો અતિ દાખડો કરે ત્યારે માંડમાંડ ટળે. જેમ ધરતીમાં ધરોનો છોડ હોય અથવા બોરડીનાં ઝાડ હોય તેને તો ખેડૂત અગ્નિ લગાડીને બાળે તો પણ પાછો ફુટી આવે ને જો કોદાળી લઈને મૂળમાંથી ખોદી નાખે તો જાય, તેમ જે પૂર્વનો સ્વભાવ હોય તેને રૂડા સંતના સમાગમમાં રહીને અતિ પ્રયાસે કરીને ટાળે તો માંડ માંડ ટળે.”

(કુલ: 1)