નિર્માનાનંદ

નિર્માનાનંદ

(વચનામૃત ૧ થી ૨૬૨ માં "નિર્માનાનંદ" શબ્દનો ઉલ્લેખ નીચે પ્રમાણે છે)
Contact: vadtaldhamvikas@gmail.com
1. ગઢડા પ્રથમ ૭૮ ( para.5)

પછી નિર્માનાનંદ સ્વામીએ પૂછ્યું જે, “ભગવાન અને ભગવાનના સંત તેને વિષે દોષબુદ્ધિ ન આવે તેનો શો ઉપાય છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેવો પ્રથમ કહ્યો એવો ભગવાનનો અચળ નિશ્ચય હોય તો તેને કોઈ રીતે ભગવાનને વિષે દોષબુદ્ધિ આવે નહિ; અને એવા મોટા જે ભગવાન તેના દાસનો મહિમા જ્યારે વિચારે ત્યારે ભગવાનના ભક્તનો પણ કોઈ રીતે અવગુણ આવે નહિ.”

2. ગઢડા પ્રથમ ૭૮ ( para.6)

પછી નિર્માનાનંદ સ્વામી અને નાના પ્રજ્ઞાનાનંદ સ્વામી એ બેએ મળીને પૂછ્યું જે, “જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ એ ત્રણે અવસ્થાને વિષે ભગવાનની મૂર્તિ અખંડ કેમ જણાય ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “પૂર્વજન્મનો કોઈ શુભ સંસ્કાર બલિષ્ઠ હોય તેને ભગવાનની મૂર્તિ ત્રણે અવસ્થામાં અખંડ દેખાય છે અથવા ભય, કામ અને સ્નેહ એ ત્રણ જેને વિષે અખંડ હોય તેને ભગવાન વિના બીજું પદાર્થ હોય તે પણ ત્રણ અવસ્થામાં અખંડ દેખાય છે, તો ભગવાન દેખાય એમાં શું કહેવું ? એ તો દેખાય જ.”

3. લોયા ૧ ( para.4)

પછી નાના નિર્માનાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “કામને મૂળમાંથી ઊખેડી નાંખવો તેનું શું સાધન છે?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “એક તો આત્મનિષ્ઠા અતિ દૃઢ હોય; અને અષ્ટ પ્રકારે બ્રહ્મચર્ય વ્રત રાખવું, એ આદિક જે પંચ વર્તમાન તેને દૃઢ કરીને પાળે; અને ભગવાનનો મહિમા અતિશય સમજે; એ ઉપાયે કરીને કામનું મૂળ ઊખડી જાય છે. અને કામનું મૂળ ઊખડી જાય તો પણ બ્રહ્મચર્યાદિક નિયમમાંથી કોઈ રીતે ડગવું નહિ. અને અતિશય કામનું મૂળ ઊખડ્યાનો તો ઉપાય એ છે જે, ભગવાનનો મહિમા સારી પેઠે સમજવો.”

(કુલ: 3)