લક્ષ્મણાનંદ

લક્ષ્મણાનંદ

(વચનામૃત ૧ થી ૨૬૨ માં "લક્ષ્મણાનંદ" શબ્દનો ઉલ્લેખ નીચે પ્રમાણે છે)
Contact: vadtaldhamvikas@gmail.com
1. ગઢડા પ્રથમ ૭૮ ( para.11)

પછી લક્ષ્મણાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “ભગવાન ને ભગવાનના સંતનો જે સમાગમ તે આશ્ચર્ય સરખો કેમ સમજીએ ત્યારે જણાય અને આઠે પહોર ‘અહો અહો’ સરખું કેમ રહે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જે ભક્ત એમ સમજે જે, ‘આ ભગવાન ને આ સંત તે સર્વે વૈકુંઠ, ગોલોક અને બ્રહ્મપુર; તેના નિવાસી છે. તે સંત ને પરમેશ્વર જ્યાં વિરાજમાન છે ત્યાંજ એ સર્વે ધામ છે અને એ સંત ભેળો મારો નિવાસ થયો છે તે મારું અતિ બડું ભાગ્ય છે.’ એવી રીતે સમજે તો આઠે પહોર આશ્ચર્ય સરખું રહે અને આઠે પહોર આનંદના સમુદ્રમાં ઝીલતો રહે.”

(કુલ: 1)