કુત્સિત

કુત્સિત

(વચનામૃત ૧ થી ૨૬૨ માં "કુત્સિત" શબ્દનો ઉલ્લેખ નીચે પ્રમાણે છે)
Contact: vadtaldhamvikas@gmail.com
1. લોયા ૬ ( para.11)

અને વળી શ્રીજીમહારાજે પ્રશ્ન પૂછ્યો જે, “જેની વાણીમાં તો કુત્સિતપણું હોય, તો પણ તે વાણીને અમૃતની પેઠે પાન કરીએ, એવી તે કઈ વાણી છે?” પછી તેનો પણ પોતે ઉત્તર કર્યો જે, “જે સંત વાત કરે ત્યારે પોતે પોતાના સંબંધી મા, બાપ, બોન, ભાઈ તથા પોતાની જાતિ તેની કુત્સિત શબ્દે કરીને નિંદા કરતો હોય તો તેની તે વાણી સારી જાણવી; શા સારુ જે, તે વાણીને જે સાંભળે તેને તે સંતની કોરનો એમ ગુણ આવે જે, ‘આ સંતને તો કોઈ રીતે પોતાનાં દેહ સંબંધી આદિકમાં હેત નથી.’ માટે તે વાણીને અમૃતની પેઠે પાન કરવી.”

(કુલ: 2)